મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટણના સમી પાસે ગોચનાદ નજીક ટ્રક અને સ્વિફ્ટ કાર વચ્ચે ભીષણ અકસ્માત, સોની પરિવારના બે સભ્યોનાં મોત

સોર્સ: gstv

પાટણ જિલ્લાના સમી નજીક આવેલા ગોચનાદ પાસે સોની પરિવારની સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ સોની પરિવાર દ્વારકા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો અને ભાભર ખાતે પોતાની દીકરીને મળવા જઈ રહ્યો હતો તે દરમિયાન આ કરૂણ દુર્ઘટના ઘટી હતી. આ ભયાનક અકસ્માતમાં પરિવારના બે સભ્યો જમનાબેન મોંગીલાલ (ઉંમર આશરે ૭૦ વર્ષ) અને રણજિતભાઈ મોંગીલાલ (ઉંમર આશરે ૪૩ વર્ષ)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ચાર જેટલા સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ સમાચાર શેર કરો