મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટણના સમી નજીક કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત: હવામાં ફંગોળાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત, ઘટના CCTVમાં કેદ

સોર્સ: gstv

પાટણ જિલ્લાના સમી નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. કાર સાથે બાઈક જોરભેર અથડાતા બાઈકચાલક ફંગોળાઈને અંદાજે ૧૦ ફૂટ હવામાં ઉડ્યો હતો અને ગંભીર રીતે નીચે પટકાયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ૩૦ વર્ષીય યુવાન ભરતભાઈ મહાદેવભાઈ ભરવાડનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું….આ સમગ્ર હૃદયદ્રાવક અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સમી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો