રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર; 17 IAS અધિકારીઓની બદલી સાથે અપાયો વધારાનો ચાર્જ , આણંદ-વાવ થરાદના કલેકટર બદલાયા

ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ(GAD) દ્વારા મોટાપાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. 23 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, રાજ્યના 17 સિનિયર અને યુવા IAS અધિકારીઓની બદલી તથા બઢતી સાથે નવી નિયુક્તિઓ કરવામાં આવી છે.
ગુજરાતમાં 17 IASની બદલી તેમજ વધારાની જવાબદારી સોંપાઈ છે, ત્યારે આણંદ-વાવ થરાદના કલેકટર બદલાયા છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ(DDO) અને ખાતાકીય વડાઓની પણ બદલી-નિયુક્તિ કરાઈ છે.










