મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જુનાગઢ જિલ્લામાં સિંહ કૂવામાં ખાબક્યો, વનવિભાગે ભારે જહેમત બાદ કર્યું રેસ્ક્યૂ

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોડાદા ગામે એક સિંહ કૂવામાં ખાબકતાં ભારે જહેમત બાદ વન

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોડાદા ગામે એક સિંહ કૂવામાં ખાબકતાં ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા સિંહનું રેસ્ક્યૂ કરાયું હતું. રેસ્કયૂ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 

 લોકોના ટોળેટોળાં ઉમટ્યા

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોડાદા ગામની સીમમાં એક સિંહ કૂવામાં પડતા તાત્કાલિક વન વિભાગ અને પોલીસને જાણ કરાઇ હતી. સિંહ કૂવામાં પડ્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા રેસ્ક્યૂની કામગીરી જોવા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. વનવિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કૂવામાં પડેલા સિંહને બહાર કાઢતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. 

આ સમાચાર શેર કરો