Video: રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, શાપર અને જેતપુર સહિતના વિસ્તારોમાંથી ૧૭ બોગસ ડૉક્ટરો ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા ૧૭ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરીને મોટો પર્દાફાશ કર્યો છે. એસ.પી. વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર પકડાયેલા શખ્સો પૈકી ૧૩ ડૉક્ટરો માત્ર ધોરણ ૧૦ કે ૧૨ પાસ છે જ્યારે ૫ ડૉક્ટરો ગ્રેજ્યુએટ છે. આ બોગસ તબીબો શાપર, જેતપુર, જસદણ અને પાટણવાવ સહિતના ગ્રામ્ય તથા ઔદ્યોગિક વિસ્તારોમાં ક્લિનિક ચલાવીને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. અગાઉ મેડિકલ સ્ટોર કે ક્લિનિકમાં હેલ્પર તરીકે નોકરી કરતા આ લોકો ગેરકાયદેસર રીતે ડૉક્ટર બની બેઠા હતા. પોલીસે તેમના ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો અને રૂપિયા ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ કરનાર આ રેકેટ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.








