મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા બાળકો સાથે અનોખી ઉજવણી

સોર્સ: gstv

રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે વિધાનસભા ૬૮ વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા એક પ્રેરણાદાયી અને અનોખી પહેલ કરવામાં આવી હતી. આ અવસરે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં એકરંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.....ધારાસભ્ય ઉદય કાનગડ સહિતની સમગ્ર ટીમ દ્વારા આ વિશેષ બાળકોને પ્રેમપૂર્વક ભાવતું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય દરમિયાન મનોદિવ્યાંગ બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે હૃદયપૂર્વક મંગલકામનાઓ પાઠવી હતી. નેતાઓની આ સાદગી અને લોકઉપયોગી અભિગમથી સમગ્ર વાતાવરણ સકારાત્મક અને આનંદસભર બની રહ્યું હતું.

આ સમાચાર શેર કરો