Video: રાજકોટ: દશેરાના પર્વે રેસકોર્સમાં ભવ્ય રાવણ દહન યોજાશે, તૈયારીઓ પૂર્ણ

વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બજરંગ દળ દ્વારા રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી આ તૈયારીઓ અંતર્ગત આ વર્ષે ૬૦ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે….કુંભકર્ણ અને મેઘનાદના ૫૪-૫૪ ફૂટ ઊંચા પૂતળાંઓ પણ તૈયાર કરવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકો અને તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા તથા તકેદારી રાખવામાં આવી છે. દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપે યોજાનારા આ રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.




