Video: રાજકોટમાં કોંગ્રેસના સંગઠન સંવાદ વચ્ચે પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકી કોંગ્રેસમાં જોડાયાભાજપ છોડીને

રાજકોટ ખાતે આયોજિત પ્રદેશ કોંગ્રેસના હાઈવોલ્ટેજ 'સંગઠન સંવાદ' કાર્યક્રમ દરમિયાન કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જે.ડી. સોલંકીએ ભાજપનો સાથ છોડી વિધિવત રીતે કોંગ્રેસનો કેસરીયો ધારણ કર્યો છે. પ્રદેશ નેતાઓની હાજરીમાં પક્ષપ્રવેશ કર્યા બાદ કોડીનારના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વર્ષ 2012માં ભાજપની ટિકિટ પરથી વિજેતા બનેલા સોલંકીએ પ્રવેશ બાદ ધડાકો કરતા જણાવ્યું કે, કોડીનારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે અને વિસ્તારમાં દિનુ બોગાના ત્રાસથી પ્રજા ત્રાહિમામ છે. તેમણે ઉમેર્યું કે મંત્રી હોવા છતાં તમામ સંચાલન એક જ વ્યક્તિ દ્વારા થાય છે અને કોઈ વિકાસ થયો ન હોવાથી તેઓએ ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે.








