મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં ઘેરાતું જળસંકટ: મનપા કમિશનર દોડ્યા ગાંધીનગર

રાજકોટમાં જળસંકટના એંધાણ વચ્ચે પાણીની ઉપલબ્ધતાને લઈને ચિંતા વધી છે. શહેરની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં 10 નવેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી હોવાની માહિતી સામે આવી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા કમિશનર તુષાર સુમેરા આજે ગાંધીનગર જઈ વહેલી તકે નર્મદાનું પાણી મળે તે માટે રજૂઆત કરશે. પાણીના વપરાશ અને ઉપલબ્ધ જથ્થા અંગે પણ વિશેષ ચર્ચા થવાની છે. કમિશનરની મુલાકાત બાદ રાજકોટમાં પાણીકાપ મૂકવામાં આવે તેવી અટકળો તેજ બની છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ડેમમાં પણ એકથી બે મહિના ચાલે તેટલો જળજથ્થો હોવાની સ્થિતિ છે.

આ સમાચાર શેર કરો