મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં રાજવી પરિવાર સહિત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન

વિજયાદશમીના પર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ગરાસિયા બોર્ડિંગ ખાતે ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવાર સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાફા પહેરીને આવેલા ક્ષત્રિયોએ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું હતું, જ્યારે બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાવ્યું હતું. કાર્યક્રમમાં શહેર અને જિલ્લાના રાજકીય તથા સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ વિજયાદશમી અને શસ્ત્રપૂજનના મહત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ સમાચાર શેર કરો