મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દશેરા પર્વ પર રાજકોટમાં મોંઘવારી છતાં ફાફડા-જલેબીની ખરીદી માટે લાગી ભીડ

સોર્સ: gstv

દશેરાના પર્વ પર રંગીલા રાજકોટવાસીઓમાં ફાફડા અને જલેબી ખાવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ શહેરની ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી કતારો લાગી ગઈ છે. જોકે આ વર્ષે કાચા માલના ઊંચા ભાવને કારણે મીઠાઈ અને ફરસાણની મજા થોડી મોંઘી બની છે. જલેબીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 100નો વધારો થયો છે, જેના કારણે હાલ ફાફડા રૂપિયા 600 અને જલેબી રૂપિયા 650થી 700 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. મોંઘવારીનો ડામ લાગ્યો હોવા છતાં લોકોની ખરીદી પર ખાસ કોઈ મોટી અસર જોવા મળી નથી, જોકે ગત વર્ષની સરખામણીએ વેપારમાં દસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ઉત્સવપ્રિય જનતા પરંપરાગત વાનગીઓ માણી રહી છે.

આ સમાચાર શેર કરો