Video: સુરતમાં દશેરા પર્વની અનોખી તૈયારીઓ: વેસુ ખાતે ૮૫ ફૂટ ઊંચા રાવણનું પ્રથમવાર રિમોટ કંટ્રોલથી દહન થશે

વિજયાદશમી પર્વ નિમિત્તે સુરતના વેસુ ખાતે રાવણ દહનની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે સુરતમાં પ્રથમ વખત રિમોટ કંટ્રોલ દ્વારા રાવણ દહન કરવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. આગ્રાથી આવેલા ૪૦ કારીગરોની ટીમ દ્વારા ૮૫ ફૂટ ઊંચા રાવણ અને ૭૫-૭૫ ફૂટ ઊંચા મેઘનાદ તથા કુંભકર્ણના કલાત્મક પુતળા તૈયાર કરવામાં આવ્યા છે…..આ પુતળામાં ખાસ ફટાકડા અને આતશબાજી ગોઠવવામાં આવી છે, જેથી દહન વખતે તેમની આંખો, મોં અને કાનમાંથી અગ્નિ અને રોશની નીકળશે. વેસુના આ ગ્રાઉન્ડ પર યોજાનારા આ ભવ્ય આયોજનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે, જેને લઈને તંત્ર અને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.




