મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં અનોખી રીતે વિજયાદશમીની ઉજવણી: રેસકોર્સમાં ધર્માંતરણ અને કુપોષણના નામોવાળા પૂતળાનું દહન

સોર્સ: gstv

રાજકોટમાં અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમી નિમિત્તે રેસકોર્સ મેદાન ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ઉજવણીમાં વિશેષતા એ રહી કે રાવણના 60 ફૂટ તેમજ કુંભકર્ણ અને મેઘનાદના 54 ફૂટના પૂતળાઓને ધર્માંતરણ અને કુપોષણ જેવા પ્રતિકાત્મક નામો આપવામાં આવ્યા હતા...આ ભવ્ય મહોત્સવને નિહાળવા માટે રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પૂતળા દહનના સમયે સમગ્ર મેદાન 'જય શ્રી રામ'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ ઉત્સાહ તથા ભક્તિમય બની ગયું હતું.

આ સમાચાર શેર કરો