Video: રાજકોટમાં રૂ. 99ની થાળીની જાહેરાત ભ્રામક સાબિત થઈ: હોટેલ બહાર ગ્રાહકોનો ભારે રોષ

રાજકોટના કોટેચા ચોક ખાતે આવેલી હોટેલ દ્વારા સોશિયલ મીડિયા પર માત્ર 99 રૂપિયામાં થાળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જે વાયરલ થતાં મોટી સંખ્યામાં ગ્રાહકો પરિવાર સાથે હોટેલ પર પહોંચ્યા હતા. પરંતુ જ્યારે ગ્રાહકોએ આ સ્કીમનો લાભ માંગ્યો, ત્યારે હોટેલ મેનેજરે આવી કોઈ પણ યોજના હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જાહેરાત ખોટી સાબિત થતાં રોષે ભરાયેલા ગ્રાહકોએ હોટેલ સંચાલકો સામે ભારે હોબાળો મચાવ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતી આવી ભ્રામક જાહેરાતો સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.








