Video: રાજકોટમાં કોંગ્રેસની હાઈવૉલ્ટેજ બેઠક: ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને લઈને રણનીતિ ઘડાશે

આગામી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આવતીકાલે સવારે ૧૦ વાગ્યે રાજકોટના હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસની મહત્વપૂર્ણ અને હાઈ વૉલ્ટેજ બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રભરના દિગ્ગજ આગેવાનો રાજકોટ આવી પહોંચ્યા છે... આ સમીક્ષા બેઠકમાં ગુજરાતના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા, સહપ્રભારી દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને વરિષ્ઠ નેતા પરેશ ધાનાણી વિશેષ ઉપસ્થિત રહીને સંગઠનની કામગીરીની સમીક્ષા કરશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રભરના વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તેમજ સંગઠનના પદાધિકારીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂત બનાવવા માટે આ બેઠક અત્યંત નિર્ણાયક સાબિત થશે.








