મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ જૂનાગઢમાં ધોળા દિવસે સિંહ પરિવારે સ્ટેટ હાઈવે કર્યો બ્લોક!

સિંહ દર્શન માટે પ્રવાસીઓ દિવસો સુધી જંગલોમાં ભટકતા હોય છે, ત્યારે સિંહના દર્શન થતાં

સિંહ દર્શન માટે પ્રવાસીઓ દિવસો સુધી જંગલોમાં ભટકતા હોય છે, ત્યારે સિંહના દર્શન થતાં હોય છે. જો કે જૂનાગઢમાં એક અનોખી ઘટના સામે આવી છે. સ્ટેટ હાઈવે પર સિંહના ટોળાએ ધામા નાખ્યા હતા. જૂનાગઢના મેંદરડા-સાસણ સ્ટેટ હાઈવે પર બની છે, જ્યાં સિંહ પરિવારે ધોળા દિવસે હાઈવે બ્લોક કરી દીધો હતો.

વન વિભાગની ચેકપોસ્ટ નજીક બની ઘટના:

આ ઘટના વન વિભાગની વાણિયાવાવ ચેકપોસ્ટ નજીક જ બની હતી. જંગલમાંથી અચાનક સિંહનું એક મોટું ટોળું, જેમાં સિંહણો અને તેમના બચ્ચાં પણ સામેલ હતા, રસ્તા પર ચડી આવ્યું હતું. સિંહ પરિવારને રસ્તા પર જોઈને બંને તરફના વાહનો થંભી ગયા હતા.

ભાગ્યે જ જોવા મળતું દૃશ્ય

સામાન્ય રીતે સિંહણો બચ્ચાં સાથે ધોળા દિવસે અને ખાસ કરીને હાઈવે પર ભાગ્યે જ જોવા મળતી હોય છે. આ દૃશ્ય જોઈને વાહનચાલકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘણા લોકોએ પોતાના કેમેરામાં આ અદ્ભુત પળોને કેદ કરી લીધી હતી.

વાહનચાલકો અને સિંહ પ્રેમીઓ અચંબિત

હાઈવે પર બંને બાજુ વાહનો થંભી જતાં સિંહ પરિવારે જંગલ તરફ પાછા જવા માટે દોડધામ શરૂ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાહનચાલક દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આવી ઘટના જોઈને વનતંત્રના અધિકારીઓ અને સિંહ પ્રેમીઓ પણ અચંબિત છે, કારણ કે આવા દૃશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે.

આ સમાચાર શેર કરો