મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ BLO કામગીરીને કારણે 582 વિદ્યાર્થીઓનું ભણતર અટક્યું, વેડ રોડની સરકારી સ્કૂલમાં માત્ર 3 શિક્ષકો હાજર

સૂરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં શિક્ષકોની અછતને

સૂરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભણતર પ્રભાવિત થયું છે. શિક્ષકોને સોંપાયેલી BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીના કારણે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત થઈ રહ્યા છે. આ શાળામાં કુલ 16 શિક્ષકોનો સ્ટાફ છે, જેમાંથી ચોંકાવનારી રીતે 13 શિક્ષકો હાલમાં BLOની કામગીરીમાં વ્યસ્ત છે. પરિણામે, શાળામાં 582 વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર 3 શિક્ષકો જ હાજર છે. આટલી ઓછી સંખ્યાના કારણે શિક્ષણ કાર્ય થતું નથી અને વિદ્યાર્થીઓને ભણવામાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

શિક્ષકોની ગેરહાજરીને કારણે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ શાળાના અન્ય અનેક મહત્ત્વના વહીવટી કામો પણ અટવાઈ ગયા છે. 

પ્રિન્સિપાલની શાસનાઅધિકારીને રજૂઆત

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાના પ્રિન્સિપાલ દ્વારા તાત્કાલિક શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. તેમણે માગણી કરી છે કે,  નજીકની શાળાઓમાંથી તાત્કાલિક એક-બે શિક્ષકનો સ્ટાફ ફાળવવામાં આવે. શાળાના શિક્ષકોને BLOની કામગીરીમાંથી વહેલી તકે મુક્ત કરવા જોઈએ, જેથી બાળકોનું શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરી શકાય.

શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરીમાં લાંબા સમય સુધી રોકવાને કારણે બાળકોના શિક્ષણ પર થઈ રહેલી માઠી અસરને પગલે હવે આ શિક્ષકોને વહેલી તકે મુક્ત કરવાની તાતી જરૂરિયાત છે.

આ સમાચાર શેર કરો