VIDEO: AMCમાં જોબની લાલચ આપીને 100થી વધુ પાસે વસૂલ્યા કરોડો, નોકરીના નકલી ઓર્ડર બનાવનાર આરોપી ઝડપાયો
અમદાવાદ મહાપાલિકામાં નોકરી અપાવવાના બહાને કૌભાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક
અમદાવાદ મહાપાલિકામાં નોકરી અપાવવાના બહાને કૌભાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં નોકરી અપવવા માટે ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવીને ખોટા ઓર્ડર કાઢવામાં આવ્યા હોવાનો પણ ધડાકો થયો છે.
એક કરોડથી વધુની રકમ ખંખેરી લીધી હોવાનું સામે આવ્યું
100થી લોકોને નોકરી અપાવવાની લાલચ આપી ફસાવ્યા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.AMCમાં નોકરી આપવાના બહાને 1 કરોડથી પણ વધુની રકમ ખંખેરી લીઘી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
સચિવાલયના ગેટ પાસે જઈને વહીવટ કરવામાં આવ્યા હોવાનો પણ તપાસમાં ખુલાસો
એટલું જ નહી ગાંધીનગર સચિવાલયના ગેટ પાસે જઈને વહીવટ કરવામાં આવ્યા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે. આ સાથે જ સમગ્ર કૌભાંડમાં અમદાવાદ મહાપાલિકાના અધિકારીઓ પણ સામેલ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.. નોકરીના ખોટા ઓડર બનાવતી ગેંગનો મુખ્ય સાગરિત વિજય વાઘેલા ઝડપાયો..પોલીસે તેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે..અને તેની પૂછપરછમાં આ ખુલાસા થયા છે.






