મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ગુજર

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ગુજરાતના ભાવનગર, રાજકોટ, અમરેલી, બારડોલી, અમદાવાદ, વલસાડ, વાપી સહિતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.

સુરતમાં હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી જ વરસાદને પગલે સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું, વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.મજુરા ગેટ ખાતે આવેલ નવી સિવિલ હોસ્પિટલ બહાર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.જેના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદ

અમદાવાદમાં બપોરે અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો હતો, શહેરના SG હાઈવે, સરખેજ, નારોલ, નારાણપુરા, શાસ્ત્રીનગર, ઘાટલોડીયા, મેમ્કો, કોટ વિસ્તાર, પાંજરાપોળ, નહેરુનગર, પાલડી, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકા, બાવળા, સાણંદ તાલુકામાં વરસાદ વરસ્યો છે. 

ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ

 ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ગારીયાધારના પરવડી, ચોંડા, માનગઢ, સુરનગર સુરનીવાસ, નવાગામ, ચભડીયા,  ડમરલા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

અમરેલીના વિવિધ તાલુકામાં વરસાદથી ખેડૂતો આનંદમાં

અમરેલી જિલ્લામાં આજે (29મી જૂન) સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  બાબરા, લીલીયા, બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ છે. ખાંભા શહેર અને ગામડાઓમાં વરસાદ છે. લાઠી શહેર અને આસપાસના ગામડાઓ તાજપર, રામપુર સહિતના વિસ્તારમાં વરસાદ છે. કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે.

ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદ


રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.ધોરાજીમાં વહેલી સવારે વરસાદ પડ્તા રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રવિવારની રજાને લઈને મેઘરાજાની એન્ટ્રી કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

વલસાડના ઉમરગામમાં બારેમેઘ ખાંગા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડના ઉમરગામમાં બારેમેઘ ખાંગા જોવા મળ્યા હતા. સારા વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.સત્તત બે ત્રણ દિવસથી મધ્ય અને ક્યારેક જોરદાર વરસાદી ઝાપટાઓથી ખેડૂતોને રાહત થઈ હતી. વરસાદને પગલે કુદરતી નદી નાળાઓમાં વરસાદનાં નવા નીર બાગેતા જોવા મળ્યા હતા.

બારડોલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સુરતના બારડોલીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બારડોલીના સામરિયા મોરા વિસ્તારમાં  પાણી ભરાયા છે.

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ

સુરેન્દ્રનગરમાં શહેરી વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાવવાના કારણે સ્થાનિકો પરેશાન થયા હતા. વરસાદને પગલે પ્રિ-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે.પાણી ભરાવવાના કારણે રોડ રસ્તા ઉપર ભરાયા પાણી - એમ્બ્યુલન્સ પણ જઈ ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

મોરબીમાં ધીમી ધારે વરસાદ

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના રામચોક, જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, અયોધ્યાપુરી રોડ, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ઉમા ટાઉનશીપ, સો ઓરડી, નહેરુગેટ સહિતના તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

કચ્છમાં ભારે વરસાદ

કચ્છ જીલ્લાના ભુજ,માધાપર,મીરઝાપર,સુખપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.ભારે વરસાદથી વાહનચાલકો પરેશાન બન્યા હતા.

આ સમાચાર શેર કરો