મુખ્ય સામગ્રી પર જાઓ

Video: વડતાલમાં ઉત્તરાયણ અગાઉ LCB નો સપાટો, 1300 જેટલી ચાઈનીઝ દોરીની રીલ સાથે એક પકડાયો

વડતાલમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ૨૭

 વડતાલમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ૨૭ બોક્સમાં મૂકેલી ૧૨૯૬ નંગ ચાઈનીઝ દોરીની ફિરકીનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

3.88 લાખની ચાઈનીઝ ફિરકીનો જથ્થો જપ્ત

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં આવનારી ઉત્તરાયણને હજી બે મહિના બાકી છે, ત્યારે અગાઉથી જ ઘૂસાડવામાં આવેલો આ જથ્થો પોલીસની કાર્યવાહીમાં પકડાયો છે. ખેડા જિલ્લા એલસીબી દ્વારા વડતાલના દરબાર ચોક, કોઠીવાળા ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે કમલેશ ઉર્ફે કમો રમેશભાઈ પરમાર નામના ઇસમની ધરપકડ કરી છે.પોલીસે કમલેશ પરમારના કબજામાંથી ૨૭ બોક્સમાં મૂકેલી ૧૨૯૬ નંગ ચાઈનીઝ રીલ જપ્ત કરી છે. આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થાની કુલ કિંમત 3 લાખ 88 હજાર આંકવામા આવી છે.

આ સમાચાર શેર કરો