VIDEO: વડોદરા: ખટંબાના સરપંચ અને તેમના પુત્રની દાદાગીરી, કલેક્ટર સમક્ષ રજૂઆત
વડોદરા નજીકના ખટંબા ગામમાં સરપંચ અને તેમના પુત્રએ દાદાગીરી કર્યાનો આક્ષેપ લાગ

વડોદરા નજીકના ખટંબા ગામમાં સરપંચ અને તેમના પુત્રએ દાદાગીરી કર્યાનો આક્ષેપ લાગ્યો છે.. જમીન માલિક પોતાની માલિકીની જમીન પર બોર્ડ લગાવવા ગયા હતા, ત્યારે સરપંચ કમલેશ વાળંદ અને તેમના મળતિયાઓએ માથાકૂટ કરીને બોર્ડ તોડી પાડ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. સરપંચની આ પ્રકારની જોહુકમી અને દાદાગીરી સામે જમીન માલિકે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સમગ્ર ઘટના અંગે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. જમીન માલિકે સરપંચ તેમજ આ કિલપ્સમાં સામેલ તમામ કસૂરવારો સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી મક્કમ માગ કરી છે.




