VIDEO: વડોદરા: કીર્તિ મંદિર ખાતે વિશ્વ ફોટોગ્રાફી દિવસે ત્રિ-દિવસીય ફોટો પ્રદર્શનનો પ્રારંભ, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે કર્યું ઉદ્ઘાટન
સંસ્કારી નગરી વડોદરા

સંસ્કારી નગરી વડોદરામાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા શહેરના ઐતિહાસિક કીર્તિ મંદિર ખાતે એક સુંદર ફોટો પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેનું ઉદ્ઘાટન વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વડોદરા શહેરની વિશેષ ઝલક અને વિવિધ મહત્ત્વપૂર્ણ ઘટનાઓને કંડારતી અદ્ભુત તસવીરો રજૂ કરવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ફોટોગ્રાફરોના અદ્વિતીય કાર્ય અને ફોટો જર્નાલિઝમની સરાહના કરી હતી. કીર્તિ મંદિર ખાતે આયોજિત આ પ્રદર્શન આગામી ત્રણ દિવસ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.




