VIDEO: વડોદરા: જન્મદિવસે જ યુવકની કરપીણ હત્યા, સમાધાનના બહાને બોલાવી ચપ્પુના ઘા ઝીંક્યા
Vadodara: Brutal of a youth on his birthday, stabbed with a paddle on the pretext of reconciliation | વડોદરાના તરસાલી વિસ્તારના દંતેશ્વર સ્થિત વુડાના મકાનમાં

વડોદરાના તરસાલી વિસ્તારના દંતેશ્વર સ્થિત વુડાના મકાનમાં યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનાર મેહુલ દરબાર નામના યુવકનો આજે જન્મદિવસ હતો, જે તેના જીવનનો અંતિમ દિવસ બની ગયો. ત્રણ દિવસ પૂર્વે વિજય, પદમ અને અન્ય યુવકો સાથે તકરાર થઈ હતી. ત્યારબાદ સમાધાનના બહાને બોલાવીને મેહુલ પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. છૂટક મજૂરી કામ કરતા મેહુલને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.




