VIDEO: વડોદરા: સાવલી-ડેસર માર્ગ પર બે બાઈક વચ્ચે અકસ્માત થયો
વડોદરા જિલ્લાના સાવલી-ડેસર માર્ગ ઉપર સમી સાંજે બે મોટરસાઇકલ સામસામે અથડાવાથી ગંભીર અક

વડોદરા જિલ્લાના સાવલી-ડેસર માર્ગ ઉપર સમી સાંજે બે મોટરસાઇકલ સામસામે અથડાવાથી ગંભીર અકસ્માત સર્જાયો.... ડેસર ચોકડી નજીક બનેલી આ દુર્ઘટનામાં બંને બાઈક ચાલકો સંદીપ માળી અને રાહુલ રાઠીને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે બંને વાહનોને પણ ભારે નુકસાન થયું છે….અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત બંને યુવકોને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડેસર પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




