VIDEO: વડોદરા: અકોટા ટાઉનશીપમાંથી ₹10 લાખની ઈ-સિગરેટ ઝડપાઈ
વડોદરાના અકોટા ટાઉનશીપ વિસ્તારમાં સ્ટેટ ઓપરેશન ગ્રુપ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન પ્

વડોદરાના અકોટા ટાઉનશીપ વિસ્તારમાં સ્ટેટ ઓપરેશન ગ્રુપ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન પ્રતિબંધિત ઈ-સિગરેટનો મોટો જથ્થો ઝડપાયો છે. SOG ની ટીમે દરોડા દરમિયાન અંદાજે 10 લાખની કિંમત ધરાવતી કુલ 402 નંગ ગેરકાયદે ઈ-સિગરેટ કબજે કરી છે. આ કૌભાંડમાં સંકળાયેલા શેફાન મેમણ અને અવેશ પટેલ નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જ્યારે પોલીસે ઘટનાસ્થળેથી એક સગીર કિશોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શહેરના રહેણાંક વિસ્તારમાંથી આટલી મોટી માત્રામાં નશીલી ઈ-સિગરેટ મળી આવતાં SOG ની આ સપાટાબંધ કાર્યવાહીથી અસામાજિક તત્વો અને ગેરકાયદે વેપાર કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




