મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં 5 વર્ષની બાળકીનું કફ સિરપ પીધા બાદ શંકાસ્પદ મોત, માસીએ પોલીસને કહ્યું-' માસૂમ સાથે કંઈક અજુગતું બન્યું'

વડોદરાના ગોરવામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગોરવા વિસ્તારમા

વડોદરાના ગોરવામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગોરવા વિસ્તારમાં 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે માતા-પિતાના અવસાન બાદ માસુમ બાળકી દાદા-દાદી સાથે રહેતી હતી. ઉલ્લેખનીય છે કે બાળકીને શરદી થઈ હતી, તે દરમિયાન તેના કાકાએ બાળકીને કફ સિરપ આપી હતી. કફ સિરપ આવ્યા બાદ બાળકીની તબિયત અચાનક વધુ લથડી હતી.

તબિયત વધુ બગડતા બાળકીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

તબિયત વધુ બગડતા બાળકીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ બાળકીની માસીને કફ સિરપ અંગે શંકા વ્યક્ત થતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

મોતનું સાચું કારણ જાણવા વિસેરા રિપોર્ટ 

4 સિરપની બોટલને પોલીસે જપ્ત કરીને FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવી, પેનલ PM બાદ હવે મોતનું સાચું કારણ જાણવા વિસેરા રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલાની સ્પષ્ટતા થશે.

આ સમાચાર શેર કરો