VIDEO: વડોદરામાં જાહેરમાર્ગ પર લઘુશંકા કરનાર યુવાનની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
વડોદરામાં ગત રોજ ગેંડા સર્કલના ટ્રાફિક સિગ્નલ પર લઘુશંકા કરનાર બાઈકચાલકનો વીડિય

વડોદરામાં ગત રોજ ગેંડા સર્કલના ટ્રાફિક સિગ્નલ પર લઘુશંકા કરનાર બાઈકચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે બાઈકચાલકનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે શખ્સની ધરપકડ કરી છે.
વાહનોની વચ્ચે જ બાઈક ઉભું રાખીને આરોપીએ કરી હતી લઘુશંકા
ટ્રાફિક સિગ્નલમાં વાહનોની વચ્ચે જ બાઈક ઉભું રાખીને આરોપી ગણેશ સોનવણે એ જાહેરમાર્ગ પર લઘુશંકા કરી હતી..પોલીસે ગણતરીના દિવસોમાં જ બાઈકના નંબરના આધારે ગણેશને પકડી કાયદાનું ભાન કરાવ્યું અને કાન પકડી ઉઠબેસ કરાવી હતી.




