Video: વડોદરા DEO વિધાનસભા દંડકના પગે લાગતા વિવાદ, શિક્ષણ આલમમાં થઈ રહી છે આ ચર્ચા
વડોદરામાં DEO વિધાનસભા દંડકના પગે લાગતા વિવાદ સર્જાયો છે. DEO મહેશ પાંડે સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં

વડોદરામાં DEO વિધાનસભા દંડકના પગે લાગતા વિવાદ સર્જાયો છે. DEO મહેશ પાંડે સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લના પગે લાગતા અનેક સવાલ ઉઠ્યા છે. જાહેરમાં સ્ટેજ પર ક્લાસ વન અધિકારી નેતાના પગે લાગતા લોકો સહિત વડોદરાના શિક્ષણ આલમમાં અનેક ચર્ચાઓ શરુ થઇ છે. જો કે મહેશ પાંડે સ્પોટ્સમેન તરીકે આવ્યા હતા કે કેમ તે અંગે પણ ચર્ચાઓ શરુ થઇ છે. હાલ તો આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.




