Video: 'હું જાતે તપાસ કરાવીશ', ધારાસભ્યોના લેટર બોમ્બ મુદ્દે વડોદરા સાંસદે આપ્યું નિવેદન
વડોદરા જિલ્લામાં પાંચ ધારાસભ્યો દ્વારા લખાયેલા લેટર બોમ્બ મામલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે સાંસદ ડોક્ટર
વડોદરા જિલ્લામાં પાંચ ધારાસભ્યો દ્વારા લખાયેલા લેટર બોમ્બ મામલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું કે ધારાસભ્યોએ કોને આ બાબતે રજૂઆત કરી હતી તે હજી સ્પષ્ટ થયું નથી. મારી ઓફિસ જ કલેકટર કચેરીના સંકુલમાં આવેલી છે અને અહીં તમામ યોજનાઓ માટે કેમ્પો ચાલે છે. કલેકટર સહિત તમામ અધિકારીઓ પરસ્પર સંકલનમાં રહીને કામ કરે છે અને અત્યાર સુધી કોઈ કડવો અનુભવ થયો નથી. તેમ છતાં આ પત્ર મળતા જ હું જાતે તેની તપાસ કરીશ, તેવું હેમાંગ જોશીએ કહ્યું હતું.




