VIDEO: 'અશાસ્ત્રીય સંપ્રદાયો સનાતન ધર્મને નુકસાન પહોંચાડે છે', શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનો રોષ
દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ અશાસ્ત્રી
દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ અશાસ્ત્રીય સંપ્રદાયો પર પોતાનો રોષ ઠાલવ્દ્વાયો છે. અને તેમની આકરી ટીકા કરી છે. તેમણે અશાસ્ત્રીય સંપ્રદાયો પર સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો અને ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે વિવિધ સંપ્રદાયોની માન્યતાઓ અને કાર્યશૈલીની પણ આકરી ટીકા કરી હતી. જેમાં બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, ઈસ્કોન, શિરડી સાઈબાબા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સમાવેશ થાય છે. શંકરાચાર્યએ આ સંપ્રદાયો પર ધર્મના નામે પાખંડ ફેલાવવાનો અને સનાતન ધર્મની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
બ્રહ્માકુમારીની માન્યતાઓ પર પ્રહાર
શંકરાચાર્યએ બ્રહ્માકુમારી સંપ્રદાયની માન્યતાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે, "બ્રહ્માકુમારી શિવજી અને શંકરજીને અલગ ગણે છે, જે સનાતન ધર્મની મૂળ વિભાવનાની વિરુદ્ધ છે. શિવ શબ્દનો સાચો અર્થ સમજ્યા વિના તેઓ ખોટી વ્યાખ્યા આપે છે." તેમણે આવી માન્યતાઓને ધાર્મિક અજ્ઞાન અને પ્રદૂષણનું કારણ ગણાવ્યું.
ગાયત્રી પરિવાર સામે પણ નારાજગી
ગાયત્રી પરિવારની યજ્ઞ પદ્ધતિ પર શંકરાચાર્યએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, "ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવતા યજ્ઞોમાં કોઈ શાસ્ત્રીય વિધિનું પાલન થતું નથી. આવા યજ્ઞો દેશ પર સંકટો લાવે છે." તેમણે આવી પ્રવૃત્તિઓને સનાતન ધર્મની પરંપરાઓનું ઉલ્લંઘન ગણાવ્યું.
ઈસ્કોન મંદિર સંપ્રદાયને પણ લીધો આડેહાથ
શંકરાચાર્યએ ઈસ્કોન (ISKCON) સંપ્રદાય પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "ઈસ્કોનવાળા ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કહેવડાવતા નથી અને ષડયંત્રો રચે છે. તેઓ રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે." તેમણે ઈસ્કોનની પ્રવૃત્તિઓને સનાતન ધર્મની ભાવના વિરુદ્ધ ગણાવી.
શિરડી સાઈબાબા પર પણ ઠાલવ્યો રોષ
શંકરાચાર્યએ શિરડી સાઈબાબાની પૂજા અને તેની આસપાસ રચાયેલી માન્યતાઓની પણ ટીકા કરી. તેમણે કહ્યું, "અમારા ગુરુ મહારાજે આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાઈબાબાને દેવતા તરીકે રજૂ કરીને સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે." તેમણે આવી પ્રવૃત્તિઓને ધર્મની બદનામીનો ભાગ ગણાવ્યો.
સ્વામિનારાયણ સંપ્રદાય પર રોષ
સ્વામિનારાયણ સંપ્રદાય પર શંકરાચાર્યએ કડક શબ્દોમાં ટીકા કરી, જણાવ્યું કે, "ગુજરાતમાં 100-200 વર્ષથી શરૂ થયેલા આ સંપ્રદાયે હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે રજૂ કર્યા છે, જે સનાતન ધર્મની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડે છે." તેમણે આ સંપ્રદાય પર સનાતન ધર્મના નામે બદનામી ફેલાવવાનો આરોપ લગાવ્યો અને આવા પાખંડનો વિનાશ થવો જોઈએ.
દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના તાજેતરના નિવેદનોએ ધાર્મિક સમુદાયોમાં ગહન ચર્ચાનો નવો વિષય ઉભો કર્યો છે. તેમના આકરા આક્ષેપો સનાતન ધર્મની શુદ્ધતા, પરંપરાઓ અને મૂળ મૂલ્યોને જાળવવાની ઊંડી ચિંતા દર્શાવે છે. શંકરાચાર્યએ અશાસ્ત્રીય સંપ્રદાયો દ્વારા ધર્મના નામે પાખંડ અને ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે સનાતન ધર્મના અનુયાયીઓ અને આવા સંપ્રદાયો વચ્ચે વૈચારિક ટકરાવની શક્યતા વધી છે. આ ટીકાઓએ ધર્મની પવિત્રતા અને શાસ્ત્રીય પરંપરાઓના સંરક્ષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે, જેનાથી ધાર્મિક સમુદાયોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ અને વિચાર-મંથન શરૂ થઈ શકે છે.
સનાતન ધર્મ પર પ્રહાર કરવાનું બંધ કરો : મોરારી બાપુ
પૂજ્ય મોરારી બાપુ, જેઓ રામચરિત માનસની કથાઓ દ્વારા સનાતન ધર્મના મૂલ્યો અને સંસ્કૃતિને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવા માટે જાણીતા છે, તેમણે પણ શાસ્ત્રો અને કથિત વિચારધારાઓના નામે સનાતન ધર્મ પર થતા પ્રહારોની ટીકા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “શાસ્ત્રોના નામ પર તથા કથિત વિચારધારાના નામ પર સનાતન ધર્મ પર પ્રહાર કરવાનું બંધ કરો.” આ નિવેદનથી ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો નવો વિષય ઉભો થયો છે, જે સનાતન ધર્મની શુદ્ધતા અને એકતાને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.













