મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video- નર્મદામાં ડૂબેલા એક જ પરિવારના બે પુત્ર-ભત્રીજાની અંતિમ યાત્રા, સુરતમાં છવાઈ શોકની કાલિમા

સુરતના સણીયા હેમાદથી નર્મદા નદીના કિનારે આવેલા પોઇચામાં પરિવાર ગયું હતું. મંગળવારે 6 બાળકો સહિત 7

સુરતના સણીયા હેમાદથી નર્મદા નદીના કિનારે આવેલા પોઇચામાં પરિવાર ગયું હતું. મંગળવારે 6 બાળકો સહિત 7 શ્રધ્ધાળુઓના ડુબવાની ઘટના બાદ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાવિકોએ મૃતદેહોને શોધખોળ શરૂ કરી હતી. પાણી ઉંડા હોવાથી તંત્રએ એનડીઆરએફ તથા ભરૂચ, વડોદરા, રાજપીપળા અને કરજણથી ફાયર વિભાગની ટીમો બોલાવી હતી. 7માંથી 4ના મૃતદેહ મળ્યા હતાં. જેમને સુરત લવાયા હતાં. રાત્રિના સમયે અંતિમ યાત્રા નીકળતાં ખોબા જેવડા ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

ગામ હિબકે ચડ્યું

સણીયા હેમાદ ખાતે મૃતદેહ કિશોરનો આવ્યો ત્યારે તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતાં. ઘેરા શોકની લાગણી તમામના ચહેરા પર જોવા મળી હતી. અંતિમયાત્રામાં જોડાયેલા લોકો હિબકે ચડ્યાં હતાં. મહિલાઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું. સાથે જ આ પ્રકારની દુર્ઘટના કોઈ સાથે ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.    

ચાર સભ્યોની અંતિમયાત્રા

બુધવારે સવારે ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉં.15) સાંજે 4 વાગે ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.15) અને વ્રજ હિંમતભાઈ બલદાણિયાના મૃતદેહો મળી આવ્યા હતા. ગુરૂવારે વધુ શોધખોળ કરતા સવારે મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા (ઉં.15), આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉં.12), ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (ઉં.45)ના મૃતદેહો મળી આવ્યા હતા. ગતરોજ એક જ દિવસમાં બે પુત્રો સાથે પિતાનો મૃતદેહ મળ્યો હતો. જેમાં શોધખોળ કરનાર ટીમોને પિતાનો મૃતદેહ નંદેરિયા ગામ નજીક નદીમાંથી મળી આવ્યો હતો. મળેલા તમામ મૃતદેહો પરિવારને સોંપાયા હતાં. જેથી અંતિમવિધિ દરમિયાન શોકની કાલિમા છવાઈ ગઈ હતી. 

આ સમાચાર શેર કરો