મુખ્ય સામગ્રી પર જાઓ

Video/ ખાતર સાથે ખેડૂતોને આ બોટલ લેવાની ફરજ પાડી રહ્યા છે વેપારી! જાણો શું છે સમગ્ર મામલો 

KHEDA NEWS: મહેમદાવાદના નેનપુર ચોકડી ખાતે આવેલી એગ્રો દુકાનના સંચાલકો ખેડૂતો સાથે મનમ

KHEDA NEWS: મહેમદાવાદના નેનપુર ચોકડી ખાતે આવેલી એગ્રો દુકાનના સંચાલકો ખેડૂતો સાથે મનમાની કરી રહ્યા છે. ખેડૂતોને યુરિયા ખાતર સાથે લીકવીડ નેનો ખાતરની બોટલ ખરીદવાની ફરજ પડાતા હોબાળો મચ્યો હતો. તથા વેપારીઓ દ્ધારા માલનું પાકુ બિલ ન આપતા ખેડૂતો રાષે ભરાયા છે. 

મહત્ત્વનું છે કે, એક તરફ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વરસાદના પાણી હજુ ઓસર્યા નથી. ત્યારે ખાતર વિક્રેતાઓ ખેડૂતોને યુરિયા ખાતર સાથે લીકવીડ નેનો ખાતરની બોટલ ફરજીયાત લેવાનો આગ્રહ કરાતા વિવાદ ઉભો થયો હતો. એટલું જ નહીં ખેડૂતોએ વેપારી પાસે માલનું પાકુ બિલ માંગતા દુકાનદારે દાદાગીરી કરી, બિલ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સાથે જ   "જે થાય તે કરી લે" તેવી ધમકી આપતા મામલો ઉગ્ર બન્યો હતો. 

તમને જણાવી દઈએ કે, એકાદ થેલી ખાતર લેવા આવતા ખેડૂતોને લીકવીડ નેનો ખાતર લેવાની ફરજ પાડતા વેપારી વારંવાર સરકારનો ઉલ્લેખ કરે છે. સરકાર દ્વારા જ ખેડૂતોને લીકવીડ નેનો ખાતર આપવાની ભલામણ કરાઈ હોવાનું જણાવે છે. ત્યારે આ બાબત અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

મોટા ભાગના વેપારીઓ ખેડૂતો સાથે આવી મનમાની કરાતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. ત્યારે ખેડા વહીવટી તંત્ર દ્વારા વેપારીઓના આવા વલણ સામે સખત કાર્યવાહી કરવામા આવે તેવી ખેડૂતોની માગ છે.

આ સમાચાર શેર કરો