મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નવા બંધારણનું ભંગ થતાં ઠાકોર સમાજ એક્શનમાં, ત્રણ પરિવારોને સમાજ બહાર કરાયા

બનાસકાંઠાના ડીસાના જાબડીયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણના ભંગને લઈને સમાજે આકરું વલણ અપનાવ્યું

તસવીર: GSTV

બનાસકાંઠાના ડીસાના જાબડીયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણના ભંગને લઈને સમાજે આકરું વલણ અપનાવ્યું છે. ઠાકોર સમાજે બંધારણનું ભંગ કરવા બદલ ત્રણ પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા હોવાનો આ બેઠકમાં નિર્ણય કરાયો છે.

સમાજે નક્કી કરેલા બંધારણ મુજબ, લગ્નપ્રસંગે DJ પ્રથા પર પ્રતિબંધ હોવા છતાં DJના ભારે ભરખમ ઘોંઘાટ સાથે વરઘોડો નીકળ્યો હતો. જે નિયમ ભંગ મામલે જાબડીયા ગામે ઠાકોર સમાજના આગેવાનોએ બેઠક યોજી હતી, જેમાં નિયમનો ભંગ કરનાર જાબડીયા ગામના આગેવાને પાઘડી ઉતારી સમાજની માફી માંગી હતી અને સમાજ જે નિર્ણય લેશે તેને સ્વીકારીશું કરવાની વાત કહી હતી.

DJમાં જોડાયેલા ગાયકોને અનફોલો કરવા અપીલ

આજની બેઠકમાં જેના ઘરે લગ્ન હતા, તે લહેરાજી રતનજી ઠાકોર, કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને લોક કલાકાર અર્જુન વનાજી ઠાકોર એમ આ ત્રણેય પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા હોવાનો આ બેઠકમાં નિર્ણય કરાયો છે. ઠાકોર સમાજના આગેવાનોએ આ DJમાં જોડાયેલા ગાયકોને સોશિયલ મીડિયા અનફોલો કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો