મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મુન્દ્રા પોર્ટ પર LPG ટેન્કરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા જ મચી દોડધામ

રાજ્યમાં આજે સરકારી કચેરીઓ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ કચ્છના મુન્દ્રા પોર્ટ

રાજ્યમાં આજે સરકારી કચેરીઓ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ કચ્છના મુન્દ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે મળી છે. મુન્દ્રા પોર્ટ પર એલપીજી ટેન્કર નષ્ટ કરવાની પણ ધમકી અપાઈ છે. 

વિધાનસભાને અને અનેક શાળાઓને પણ આ પ્રકારની અપાઈ ધમકી

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે, તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઇ છે.  બીજી તરફ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી  ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાક મચી ગઈ છે. મળતા અહેવાલ પ્રમાણે કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ વેજલપુર સહિતની શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. સ્કૂલોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

આ સમાચાર શેર કરો