VIDEO: રાજ્યના આ શહેરમાં યોજાય છે પરંપરાગત પુરષ ગરબા, ગરબે ઘુમીને માતાજીની કરે છે આરાધના
વડોદરાના માંડવીના એમજી રોડ ઘડિયાળીપોળના નાકે સુપ્રસિધ્ધ અંબાજી માતાજી (હરસિધ્ધી માતાજી)ના મંદિર ચોકમાં કોઇપણ જા
વડોદરાના માંડવીના એમજી રોડ ઘડિયાળીપોળના નાકે સુપ્રસિધ્ધ અંબાજી માતાજી (હરસિધ્ધી માતાજી)ના મંદિર ચોકમાં કોઇપણ જાતના દંભ-દેખાડા કે પ્રતિસ્પર્ધા વગર માત્ર પુરુષોના જ ગરબા યોજાય છે. માત્ર પુરુષ ગાયકવૃંદના તાલે પુરુષો જ ગરબે ઘુમી પરંપરા નિભાવે છે.
પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે
અંબા માતાજીના મંદિરે સહુ કોઈ દર્શન કરે છે.પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ફક્ત પુરુષો જ ગરબા ગવડાવે છે અને ગરબે ઘૂમે છે. પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે, કુંવારી આઠ વર્ષથી નાની બાળકીઓ પણ ગરબામાં જોડાય છે.
સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ છે
સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે, રમી શકતી નથી આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે અને એટલેજ આને પુરુષોના ગરબા કહેવામાં આવે છે, મંદિરના પૂજારીએ અહીં રમતા ગરબાનું મહત્વ અને વિશેષતા જણાવી હતી.






