VIDEO: કચ્છના રાપરના અયોધ્યાપૂરી વિસ્તારમાં ચડ્ડી ગેંગનો આતંક જોવા મળ્યો, ત્રણ મકાનમાં ચોરી કરી ફરાર
ગુજરાતના કચ્છમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છના
ગુજરાતના કચ્છમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છના રાપરના અયોધ્યાપૂરી વિસ્તારમાં ચડ્ડી ગેંગનો આતંક જોવા મળ્યો. ચાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેમણે એક જ રાતે રાપરના અયોધ્યાપૂરી વિસ્તારમાં ત્રણ મકાનોના તાળાં તોડ્યા હતા.
આ ઘટના મોડી રાત્રે 2થી 3 વાગ્યાની વચ્ચે બની
આ ઘટના મોડી રાત્રે 2થી 3 વાગ્યાની વચ્ચે બની હતી. ઉલ્લેખનીય છે સબસલામાતના દાવા પોકળ સાબિત થયા છે. તો બીજી તરફ આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આરોપીઓ પાસે તીક્ષ્ણ હથિયાર હતા
CCTVમાં દેખાય છે કે ચડ્ડી ગેગના આરોપીઓ પાસે તિક્ષ્ણ હથિયાર સાથે તસ્કરી કરવા નીકળ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ચડ્ડી ગેંગની ચોર ટોળકીએ કેટલી રકમ કે કઈ કિંમતી વસ્તુઓની ચોરી કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે ટીમો ગઠન કરી છે.












