મુખ્ય સામગ્રી પર જાઓ

સાહેબ રોડ તૂટી ગયો છે ક્યારે બનશે? માતરના ધારાસભ્યએ કહ્યું- આ રોડ મેં તોડ્યો છે?

ખેડા જિલ્લાના માતરના નાગરિકે લીંબાથીથી વસ્તાણાં રોડની ખખડધજ હાલતથી પરેશાન

ખેડા જિલ્લાના માતરના નાગરિકે લીંબાથીથી વસ્તાણાં રોડની ખખડધજ હાલતથી પરેશાન થઇને ધારાસભ્યને ફોન કર્યો હતો. નાગરિકે ધારાસભ્યને પૂછ્યું કે આ રોડ ક્યારે બનશે? માતરના ધારાસભ્યએ જવાબ આપતા કહ્યું કે, આ રોડ મે તોડ્યો છે? સરકાર મંજૂર કરશે ત્યારે થશે.

શું છે ઘટના?

ખેડા જિલ્લાની માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશ પરમારને લીંબાસીથી વસ્તાણાં રોડની ખખડધજ હાલતથી પરેશાન એક નાગરિકે ફોન કર્યો હતો. નાગરિકે સીધો સવાલ કર્યો હતો કે આ રોડ ક્યારે બનશે? ધારાસભ્યએ જવાબ આપતા કહ્યું કે,આ રોડ મે તોડ્યો છે?

 ધારાસભ્ય પોતાની જવાબદારીથી છટકી ગયા હતા.જોકે, ધારાસભ્યના જવાબ બાદ તેમને ચૂંટીને વિધાનસભામાં મોકલનારા નાગરિકોનો રોષ જોવા મળ્યો હતો.આ વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો