ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા દરવાજા ખોલવામાં આવ્યા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા સાબરમતી નદીમાં
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ધરોઇ ડેમના બે દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ધરોઇ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
ધરોઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતા દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઇ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઇ ડેમમાં 59,444 ક્યુસેક પાણીની આવક થઇ છે. 29,940 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.ચાલુ વર્ષે ધરોઇ ડેમના પ્રથમવાર દરવાજા ખોલવામાં આવ્યા છે.
ધરોઇ ડેમમાં પાણીનો સંગ્રહ 91.89 ટકા થયો છે. ધરોઇ ડેમમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.












