Video: સુરેન્દ્રનગર-વઢવાણને જોડતો બ્રિજ બિસ્માર હાલતમાં, અકસ્માતનો સેવાતો ભય
સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવો નદી પર બનાવવામાં આવેલા અને સુરેન્દ્રનગર અને વઢવાણને જ
સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવો નદી પર બનાવવામાં આવેલા અને સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા બ્રિજના સળિયા દેખાતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 20 વર્ષ અગાઉ બનાવેલો પુલ જર્જરિત થઇ જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
બ્રિજના સળિયા દેખાતા વાહનચાલકોમાં ભય
તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થતા 20 લોકોના નદીમાં પડી જવાથી મોત નિપજ્યા હતા, ત્યારે સરકારે રાજ્યના તમામ બ્રિજોની ચકાસણી કરવાના આદેશો આપ્યા હતા, પણ તંત્રએ આ તપાસનો માત્ર દેખાડો કર્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે ભોગાવો નદી પર બનાવવામાં આવેલા અને સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા બ્રિજના સળિયા દેખાતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
20 વર્ષ અગાઉ બનાવેલો પુલ જર્જરિત થઇ જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પુલનો રસ્તો ખખડધજ થઇ જતા મોટા અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે. કલેકટર દ્વારા ૮ સપ્ટેમ્બર સુધીમાં તમામ રસ્તાઓ રીપેરીંગ માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ અમલ જોવા મળ્યો નહીં, ત્યારે આ પુલ અને રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા માંગ કરાઈ છે.






