મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી મંદિર ઝળઝળતી રોશનીમાં ઝગમગ્યું, પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો ભક્તિ અને આસ્થા સાથે શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઇભક્તોએ અંબાજી ખાતે

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો ભક્તિ અને આસ્થા સાથે શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઇભક્તોએ અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા બાદ બીજા દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ખાતે જોવા મળી રહ્યો છે. દૂર-દૂરથી જય અંબેના નાદ સાથે નીકળેલા સંઘો તેમજ યાત્રિકો પગપાળા અંબાજી પહોચી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. મેળાના પ્રથમ દિવસે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો ઉમટયા હતા અને જગત જનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

 મંદિરમાં પણ ભક્તોની ભીડ

રસ્તાઓ પર ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ જોવા મળી રહ્યું છે.જોવા મળી રહી છે. પ્રથમ દિવસ કરતાં બીજા દિવસે ભક્તોનો ભારી પ્રવાહ જોવા મળી રહ્યો છે.તમામ રોડ રસ્તાઓ અને અંબાજી મંદિર માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે.

મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ જવાનો ખડેપગે ભક્તોને કોઈ અગવડ ન પડે તે રીતે સહાય કરી રહ્યા છે. કોઈ પણ ભક્ત દર્શનના વિના ના રહી જાય તેવી રીતે દર્શન કરાવવાની ચાહ સાથે પૂર્ણ સહકાર આપતા પોલીસના જવાનો જોવા મળી રહ્યા છે. પ્રથમ દિવસે 1,68,250 મોહનથાળના પેકેટનું વિતરણ થયું.

 વિસામાં ,પીવા માટે પાણી , ટોયલેટ, વાહનોને લઈને પાર્કિંગ સુવિધા

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. અને ભક્તો તેનો લાભ પણ લઈ રહ્યા છે. ઠેર ઠેર જગ્યાએ વિસામાં ,પીવા માટે પાણી , ટોયલેટ, વાહનોને લઈને પાર્કિંગ સુવિધા, નિશુલ્ક ભોજન જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તો સાથે સાથે પાર્કિંગ પ્લોટથી લઈને દર્શન પથ સુધી મીની બસોની સેવા પણ ઉભી કરવામાં આવી છે. જેથી યાત્રાળુઓ આ મીની બસનો નિશુલ્ક સેવાનો લાભ લઇ શકશે.

મહેસાણાથી અંબાજી માર્ગ પર કેમ્પ

મહેસાણાથી અંબાજી માર્ગ પર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. પદયાત્રીઓ અને સંઘો મહેસાણાથી અંબાજી તરફ આગળ વધ્યા છે. સેવા કરવા માટે ભક્તોની હોડ જામી છે. પદયાત્રીઓ માટે આરામ, મેડિકલ, લીંબુ શરબત અને નાસ્તાની ઠેર ઠેર વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાથી અંબાજી તરફ સૌથી વધુ 310 કેમ્પ બન્યા છે.

આ સમાચાર શેર કરો