Surat/ સરથાણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, મફતમાં જમવાનું ન આપતાં લારી-ગલ્લાવાળા સાથે બબાલ
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિક લારી-ગલ્લાવાળ
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિક લારી-ગલ્લાવાળાઓમાં ભયનો માહોલ છે. આ ઘટનાને પગલે સરથાણા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.
મફતમાં જમવાની માંગણી
પ્રાપ્ત માહિતી મુજબ, સરથાણા વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વોએ લારી-ગલ્લાવાળા સાથે બબાલ કરી હતી. આ બબાલ પાછળનો મુખ્ય આરોપ એવો છે કે આ તત્વોએ વેપારીઓ પાસે મફતમાં જમવાની માંગણી કરી હતી, અને તે ન આપતાં મામલો બિચક્યો હતો.
સમગ્ર ઘટના CCTVમાં કેદ
લારી-ગલ્લાવાળા સાથે થયેલી આ બબાલ અને લુખ્ખા તત્વોનો આંતક ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. આ વિડિયો ફૂટેજ હવે આ મામલાનો મુખ્ય પુરાવો બન્યો છે. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.








