મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: સુરત મહિલા RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં પતિ નિકુંજ ગોસ્વામીએ મિત્રને સોપારી આપ્યાનો ખુલાસો

Surat news: છેલ્લા ઘણા સમયથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં

Surat news: સુરત મહિલા RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં પતિ નિકુંજ ગોસ્વામીએ મિત્રને સોપારી આપ્યાનો ખુલાસો

Surat news: છેલ્લા ઘણા સમયથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી એવા સુરતના મહિલા આરએફઓ સોનલ સોલંકી પર ગોળીબાર થવાના કેસને લઈ ચકચાર મચી છે ત્યારે સુરત જિલ્લા પોલીસે આખા કેસ અંગે માહિતી આપી હતી. જેમાં તેમને જણાવ્યું કે, RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કરવા માટે તેના પતિ નિકુંજ ગૌસ્વામીએ મિત્રને સોપારી આપી હતી.

 બન્ને વચ્ચે ચાલી રહેલી કૌટુબિક વિખવાદને લઈ પત્ની RFO સોનલ સોલંકીનું કાસળ કાઢવાનું નિકુંજે નક્કી કર્યું હતું.ત્યારબાદ મહિલા RFO સોનલ સોલંકીની રેકી કરાવી વાવ જોખા રોડ પર નિકુંજ ગૌસ્વામીના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામી એ સોનલ સોલંકીની કાર થોભાવી કાચ ખોલાવી નજીકથી ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટનાને અંજામ અપાવી નિકુંજ ગૌસ્વામી અને ઈશ્વરપુરી ગોસ્વામી ભાગી ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે સુરત જિલ્લા સહિત મહારાષ્ટ્રના નાસિક અને સાપુતારામાં 1000 જેટલા CCTV ફૂટેજ ચેક ચેક કર્યા હતા. 

ગઈકાલે કઠોર કોર્ટમાં સરેન્ડર થવા જતાં બંન્નેને પોલીસે ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીઓને સુરતની કોર્ટમાં લઈ જવાયા હતા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવશે. હથિયાર ક્યાં છે,પ્લાન કેટલા દિવસ પહેલા બનાવ્યો તે બાબતે વધુ પૂછતાછ કરવામાં આવશે

 શું છે સમગ્ર મામલો

સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.  સોનલ સોલંકી ઘટનાના દિવસે અડાજણ જવા નીકળ્યા હતા. તેવામાં તેમની કાર ઝાર સાથે ભટકાયેલી હાલતમાં જોવા મળી હોવા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. કોર્ટે આત્મસમર્પણની અરજી ફગાવતા RFOના પતિની ધરપકડ કરવામાં આવી હતી.સમગ્ર કેસમાં સોનલ સોલંકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં સિટીસ્કેન કરતાં માથામાં ગોળી વાગી છે. સમગ્ર ઘટનામાં અકસ્માત નહીં પણ ફાયરિંગ થયું હોવાનું જણાતાં પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી છે. હાલ તો સોનલ સોલંકીના પતિની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, કામરેજ પોલીસ સ્ટેસનમાં થોડા દિવસ પહેલા RFO સોનલે તેમની કારમાંથી મળી આવેલા GPS ટ્રેકર મામલે અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. RFO સોનલના કૌટુંબિક તકરાર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી કે શું છે સમગ્ર મામલો, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો