Delhi blast: દિલ્હી બ્લાસ્ટ સાથે તાર જોડાતા અલ-ફલાહ યુનિવર્સિટીની સત્તાવાર માન્યતા રદ્દ

Delhi blast: દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લાની નજીક કારમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધી 13 લોકોનાં મોત થઈ ચુક્યા છે. કેન્દ્રની સરકારે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણ્યો છે. આ દરમ્યાન કેન્દ્રીય કેબિનેટે લાલ કિલ્લા પાસે થયેલા આતંકી હુમલા અંગે ઠરાવ પસાર કર્યો હતો. આ કેસમાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીનું નામ પ્રકાશમાં આવ્યું છે. સરકારે હવે આ યુનિવર્સિટીનું સભ્યપદ રદ્દ કરી દીધું છે.
એસોસિએશન ઑફ ફેડરેશન યુનિવર્સિટીએ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધી. આની પાછળનું કારણ યુનિવર્સિટીની સ્થિતિ સારી નહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
AIU એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, મીડિયા અહેવાલોના આધારે, તેમના ધ્યાનમાં આવ્યું છે કે અલ-ફલાહ યુનિવર્સિટી, ફરીદાબાદની સ્થિતિ સારી નથી. જેથી અલ-ફલાહ યુનિવર્સિટીને આપવામાં આવેલ AIU સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.
જાણ કરવામાં આવે છે કે અલ-ફલાહ યુનિવર્સિટી, ફરીદાબાદ હવે કોઈપણ પ્રવૃત્તિમાં AIU નામ અને લોગોનો ઉપયોગ કરી શકશે નહીં. અલ-ફલાહ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પરથી પણ AIU લોગો દૂર કરવામાં આવશે.
અલ-ફલાહ યુનિવર્સિટી ફરીદાબાદના ધ્રૌજ ગામમાં 70 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. આ એક ખાનગી યુનિવર્સિટી છે. આની વેબસાઈટ પર અપાયેલી જાણકારી પ્રમાણે અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યુનિવર્સિટીનું સંચાલન થાય છે. આના વાઈસ ચાંસેલર ડૉ.ભૂપિંદર કૌર આનંદ છે, જે એક એમબીબીએસ ડૉકટર છે. જ્યારે અલ-ફલાહ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રોફેસર મોહમ્મદ પરવેઝ છે.

