Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Bollywood news: This actress told the reason behind this in Hindi films, know the whole matter

Bollywood news: હિન્દી ફિલ્મોમાં આવવા પાછળ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ જણાવ્યું મોટું કારણ, જાણો

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bollywood news: હિન્દી ફિલ્મોમાં આવવા પાછળ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ જણાવ્યું મોટું કારણ, જાણો
સોર્સ : GSTV

Bollywood news:  બોલિવૂડની 90ના દાયકાની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં જેનું સ્થાન અવ્વલ છે તે સોનાલી બેન્દ્રે ઘણા વર્ષો પછી ફરી એક રિયાલિટી શોમાં નજરે આવવાની છે. તાજેતરમાં દેબિના બેનર્જીના શોમાં નજરે પડી. ફિલ્મોની અભિનેત્રી સોનાલી બેન્દ્રે પોતાના શરૂઆતના ગાળાની સંઘર્ષની સફર અંગેનો ખુલાસો કર્યો હતો. સોનાલીએ ભૂતકાળમાં વિવિધ અભિનેતાઓ સાથે ફિલ્મો કરી છે. શાહરૂખ, આમિર ખાન, સુનિલ શેઠ્ઠી, અજય દેવગણ સાથે પણ ફિલ્મો કરી છે.

App Store

સોનાલી બેન્દ્રે દેખાવડી હોવાથી એક્ટિંગમાં આવી 
હિન્દી ફિલ્મોની અભિનેત્રી સોનાલી બેન્દ્રે સુંદર છે અને ખૂબ પ્રતિભાશાળી પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પોતાનું સ્થાન ટકાવી રાખવા સોનાલી કરી પાછળ હટી નથી. ફેન્સ આજે પણ તેના અભિનય પર મરી રહ્યા છે. ટીવીના રિયાલિટી શો ''પતિ પત્ની ઔર પંગા''ને સોનાની મુન્નવર ફારુકીની સાથે હોસ્ટ કરતી જોવા મળી. વર્ષો પછી સોનાલી પડદા પર પરત આવી હતી. અને જોતજોતામાં પોતાના પર્ફોમન્સના પગલે એકવાર ફરી તેને દર્શકોનું દિલ જીતી લીધું હતું. 
 

રિયાલિટી શોનો ફાઈનલ એપિસોડ શૂટ થઈ ચુક્યો હતો. જલ્દી જ ટીવી પર પ્રસારિત થશે. પ્રોમો સતત વાયરલ થઈ રહ્યો છે. આ દરમ્યાન દેબીના બેનર્જીના શોમાં સોનાલી બેન્દ્રે આવી અને તેને પોતાના શરૂઆતના ગાળાના કરિયર તેમજ સંઘર્ષની વાત જણાવી. સોનાલીએ કહ્યું કે, તેના લૂક્સના લીધે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી શકી હતી.

અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ ખૂબ સંઘર્ષ કર્યો
સોનાલીએ જણાવ્યું કે, મારો દેખાવ સારો હતો, જેના લીધે મને એક્ટિંગના ફિલ્ડમાં આવવાની તક સાંપડી. હું મુંબઈ આવી અને કૉલેજનું ભણતર શરૂ કર્યું. મને યાદ છે કે, કૉલેજમાં એક ફેશન શો હતો. જેમાં એક યુવતી રેમ્પ વૉક કરવાની હતી, પરંતુ તેના પગમાં ફ્રેકચર થયું હતું. હું ત્યાં હાજર હતી, લોકોએ મને પૂછ્યું કે, શું તું એના સ્થાનો વૉક કરીશ? મેં કહ્યું મને ખબર નથી વૉક કઈ રીતે કરવામાં આવે છે. તો તેઓએ જણાવ્યું કે, અમે તને શીખવાડી દઈશું. મેં જણાવ્યું મારી પાસે કપડાં સુદ્ધા નથી. કોઈ મારી માટે કપડાં લઈને આવ્યું અને કોઈએ મને રેંપ વૉક કરવાનું શીખવાડી દીધું. મે રેમ્પ વૉક કર્યું અને અને અમારી ટીમ જીતી ગઈ. રેમ્પ વૉક કરતા કોઈએ મને જોઈ અને મને એક્ટિંગ ફિલ્ડમાં કામ કરવાની તક મળી. મારો પહેલો રોલ મને મળ્યો. જ્યારે મેં આ વાત અંગે મારા માતા-પિતાને જણાવ્યું તો તેઓએ કહ્યું કે કેવું ફિલ્ડ છે? મારા માતા-પિતા ફિલ્ડમાં મારા આવવાને લઈ કમ્ફર્ટેબલ નહોતા.

તે સમયે, મારો પરિવાર ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. મેં તે તકનો લાભ લીધો અને કામ કરવાનું શરૂ કર્યું. મારા પરિવાર અને મારે ટકી રહેવું પડ્યું.મને અભિનય વિશે કંઈ ખબર નહોતી, પણ હું તેમાંથી પૈસા કમાતી હતી. તે પૈસા મારા આખા ઘરનું મહિનાભરનું ગુજરાન ચલાવવા માટે પૂરતા હતા. જ્યારે મારી પાસે પૈસા હતા,હું ખૂબ ખુશ હતી. ત્યારે મને સમજાયું કે હું આ કામ કરી શકું છું, પૈસા કમાઈ શકું છું અને તે જ સમયે અભ્યાસ કરી શકું છું. કારણ કે મારે રોજ કામ કરવાની જરૂર નહોતી. મારે મહિનામાં ફક્ત થોડા દિવસ કામ કરવું પડતું હતું, અને મને સારા પૈસાની ઓફર કરવામાં આવતી હતી. પરંતુ હું ફિલ્મોમાં નહીં, પણ જાહેરાતોમાં જોડાઈ ગઈ હતી.