Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani Group: Gautam Adani preparing to set up Asia's largest plant, preparing for a big entry into the battery storage sector

Adani Group: ગૌતમ અદાણી એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં, બેટરી સ્ટોરેજ ક્ષેત્રમાં ધમાકેદાર એન્ટ્રીની તૈયારી

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Adani Group: ગૌતમ અદાણી એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં, બેટરી સ્ટોરેજ ક્ષેત્રમાં ધમાકેદાર એન્ટ્રીની તૈયારી
સોર્સ : GSTV

Adani Group: અદાણી ગૃપે મંગળવારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) ક્ષેત્રમાં પ્રવેશની જાહેરાત કરી. ગ્રુપ ગુજરાતના ખાવડામાં 1,126 MW/3,530 MWh ની ક્ષમતા સાથે એક વિશાળ BESS પ્રોજેક્ટ સ્થાપિત કરી રહ્યું છે.

App Store

આ પ્રોજેક્ટ ફક્ત ભારતનો સૌથી મોટો પ્રોજેક્ટ જ નહીં, પણ વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવશે.

બેટરી એનર્જી સ્ટોરેજ પર મોટા દાવ
જૂથના જણાવ્યા મુજબ, આ સુવિધામાં 700 થી વધુ BESS કન્ટેનર હશે અને માર્ચ 2026 સુધીમાં કાર્યરત થવાની યોજના છે. તે ખાવડા રિન્યુએબલ એનર્જી કોમ્પ્લેક્સનો ભાગ હશે, જેને વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં 1,126 મેગાવોટની વીજળી ક્ષમતા અને 3,530 મેગાવોટ-કલાકની ઊર્જા ક્ષમતા હશે. આનો અર્થ એ થયો કે સિસ્ટમ 3,530 મેગાવોટ-કલાક ઊર્જા સંગ્રહિત કરી શકશે, જે 1,126 મેગાવોટ વીજળી ક્ષમતાને લગભગ ત્રણ કલાક સુધી લંબાવી શકશે.

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, "ઊર્જા સંગ્રહ એ નવીનીકરણીય ઉર્જા આધારિત ભવિષ્યનો પાયો છે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ દ્વારા, અમે ફક્ત વૈશ્વિક ધોરણ જ સ્થાપિત કરી રહ્યા નથી,  "અમે ભારતની ઊર્જા સ્વતંત્રતા અને ટકાઉપણું પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. આ પહેલ જૂથને મોટા પાયે વિશ્વસનીય, સ્વચ્છ અને સસ્તું ઊર્જા ઉકેલો પૂરા પાડવા સક્ષમ બનાવશે," તેમણે ઉમેર્યું.

5 વર્ષમાં 50 GWh ક્ષમતા

જૂથે એમ પણ જણાવ્યું હતું કે તે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં તેની સંગ્રહ ક્ષમતા 15 GWh અને આગામી પાંચ વર્ષમાં ૫૦ GWh સુધી વધારવાની યોજના ધરાવે છે. આ લક્ષ્ય ભારતની ક્લીન એનર્જી એટલે કે સ્વચ્છ ઉર્જાના માળખાકીય ક્ષેત્રમાં ગૃપની લાંબા ગાળાની યોજનાઓ દર્શાવે છે. 

આ વ્યૂહાત્મક પહેલ સાથે, અદાણી ગ્રુપ હવે મોટા પાયે સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરતી વૈશ્વિક ઊર્જા કંપનીઓની હરોળમાં જોડાઈ ગયું છે. આ પગલું સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ અને પરિવર્તનકારી માઇલ સ્ટોન માનવામાં આવી રહ્યો છે. અમદાવાદ સ્થિત અદાણી ગ્રુપ ઊર્જા, લોજિસ્ટિક્સ, ધાતુઓ અને ગ્રાહક ક્ષેત્રોમાં વિવિધ વ્યવસાયો ચલાવે છે અને ભારતના નેટ-ઝીરો અને ટકાઉપણું લક્ષ્યોને અનુરૂપ તેની વૃદ્ધિને આગળ ધપાવી રહ્યું છે.