Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરનાર કાવતરાખોર 6 ડિસેમ્બરે મોટો હુમલાની તૈયારીમાં હતો, જાણો આખો મામલો

Delhi Blast: દેશની રાજધાની દિલ્હીમાં આવેલા ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ જેમ આગળ વધી રહી છે, નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કારચાલક શંકાસ્પદ આતંકી ડૉ. ઉમર નબી 6 ડિસેમ્બર એટલે કે, બાબરી મસ્જિદ વિધ્વંસની તિથિએ એક મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. તેનો હેતુ દિલ્હીને ધ્રૂજાવીને દેશને કડક મેસેજ આપવાનો હતો.
મળતી માહિતી પ્રમાણે ફરીદાબાદમાં દબોચાયેલા 8 શંકાસ્પદોની પૂછપરછ દરમ્યાન આ ખુલાસો થયો છે. આ લોકો એક એવા સફેદ કોલર આતંકવાદી મૉડયૂલનો હિસ્સો હતો, જેના તાર કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલા હતા. આનો સંબંધ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-ઐ-મોહમ્મદ સાથે દર્શાવવામાં આવી રહ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ પછી મોટું કાવતરું સામે આવ્યું છે.
કાશ્મીરના પુલવામા જિલ્લાનો રહેવાસી 28 વર્ષીય ડૉ. ઉમર નબી 10 નવેમ્બરે લાલ કિલ્લા નજીક વિસ્ફોટકોથી ભરેલી આઈ-20 કાર ચલાવી રહ્યો હતો. આ વિસ્ફોટમાં તેનું પણ મોત થઈ ગયું હતું. આમાં અત્યાર સુધી કુલ 12 લોકોનાં મોત થયા છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે, ઉમર નબી આ મૉડયૂલનો એક મહત્ત્વનો હિસ્સો હતો. જેને આતંકવાદી ઘટનાનું કાવતરું રચ્યું હતું.
ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતા ડૉ.મુજમ્મિલ અહમદ ગનઉ ઉર્ફે મુસૈબની ધરપકડની સાથે ઉમર નબીના કાવતરાનો ખુલાસો થયો હતો. ડૉકટર ગનઉના રૂમમાંથી 360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કરવામાં આવ્યું હતું. જેવી ઉમરને ફરીદાબાદમાં વિસ્ફોટક દ્રવ્યોની સૂચના મળી કે તે ગભરાઈ ગયો અને સમય પહેલા વિસ્ફોટ થઈ ગયો હતો.
સઘન તપાસમાં સામે આવ્યું કે, ઉમર નબીનું શૈક્ષણિક રેકોર્ડ ખૂબ સારો હતો. પરંતુ તે એકલતા અને ધાર્મિક યાત્રા બાદ તે આખો ધરમૂળથી બદલાઈ ગયો હતો. વર્ષ-2021માં તે ડૉ.ગનઈની સાથે તુર્કિયે ગયો હતો,. આ યાત્રા દરમ્યાન બંનેની મુલાકાત જૈશ-ઐ-મોહમ્મદના કેટલાક સભ્યો સાથે થઈ હતી. પરત આવ્યા પછી તેનું વલણ કટ્ટરપંથની તરફ વધી ગયું હતું.
તેણે આતંકવાદનો માર્ગ પસંદ કર્યો. બંને ડૉક્ટરોએ સાથે મળીને એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવા વિસ્ફોટકો એકઠા કરવાનું શરૂ કર્યું. તેઓએ આ વિસ્ફોટકો અલ ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં અને તેની આસપાસ સંગ્રહિત કર્યા. તેનો ઉપયોગ VBIED (વાહન-બોર્ન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) તૈયાર કરવા માટે થવાનો હતો.ડિસેમ્બરના હુમલાની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી હતી. ઉમરે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તેના કેટલાક નજીકના સાથીઓને કાવતરા વિશે જણાવ્યું હતું. 10 નવેમ્બરના રોજ, તેણે તેના i-20 માં વિસ્ફોટકો મૂક્યા અને સર્કિટ એસેમ્બલ કરવાનું શરૂ કર્યું. તેણે VBIED બનાવવા માટે ઇન્ટરનેટ પરથી ટ્યુટોરિયલ્સનો ઉપયોગ કર્યો.
આ દરમિયાન, ફરીદાબાદ પોલીસે 2,900 કિલોગ્રામ વિસ્ફોટકો મળી આવ્યા અને એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો. આનાથી ઉમર નબી સંપૂર્ણપણે ગભરાઈ ગયો. તે શહેરની એક મસ્જિદમાં થોડા કલાકો સુધી છુપાઈ ગયો. લગભગ ત્રણ કલાક ત્યાં રહ્યા પછી, તે તેની કારમાં બેસીને ચાલ્યો ગયો. આ પછી, તે લાલ કિલ્લા પાસે પહોંચ્યો અને બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.
પોલીસ અને તપાસ એજન્સીઓની તપાસમાં પણ એવો ખુલાસો થયો છે. છરા એસેમ્બલ નહોતા કરાયા, નહિતર વિસ્ફોટથી ખૂબ વધુ નુકસાન થયું હોત. આ અંગે અત્યાર સુધી ધરપકડ કરાયેલા લોકોમાં 7 કાશ્મીરના છે. આમાંથી શ્રીનગરના આરિફ નિસાર ડાર ઉર્ફે સાહિલ, યાસિર-ઉલ-અશરફ અને મકસૂદ અહમદ ડાર ઉર્ફે શાહિદ છે. આ ઉપરાંત શ્રીનગરના શોપિયાનો મૌલવી ઈરફાન અહમદ, ગાંદરબલના વાકુરા વિસ્તારમાંથી જમીર અહેમદ ઉર્ફે મુતલશા, પુલવામાના કોઈલ વિસ્તારનો ડૉ. મુજમ્મિલ અહમદ ગનઈ ઉર્ફે મુસૈબ અને કુલગામના વાનપોરા વિસ્તારનો ડૉ. અદીલનું નામ પણ સામેલ છે. આ સિવાય લખનઉની ડૉ.શાહીન સઈદની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે 26 ઑક્ટોબરના રોજ ઉમર નબી કાશ્મીર ગયો હતો. ત્યાં તેને મિત્રો અને સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી, આ દરમ્યાન તેને જણાવ્યું હતું કે, આગામી ત્ણ મહિના સુધી તે કોઈને નહીં મળી શકે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેને તેના ઘણા મિત્રો અને સંબંધીઓને આ વાત પોતાના નિવેદનમાં દોહરાવી હતી. આનાથી સંકેત મળે છે કે તે વિસ્ફોટ પછી અંડર ગ્રાઉન્ડ થવાની તૈયારી કરી ચુક્યો હતો

