Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Ahmedabad Municipal Corporation's clumsy planning, mobile tower on the road in Sabarmati became a headache

VIDEO: અમદાવાદ મનપાનું અણઘડ આયોજન, સાબરમતીમાં રોડ પર મોબાઈલ ટાવર બન્યો માથાનો દુ:ખાવો

Timeછેલ્લું અપડેટ : 12 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ મહાનગરપાલિકાનું વધુ એક અણધડ આયોજન સામે આવ્યું છે. રોડ પર ના દબાણ તો દૂર કરવામાં આવ્યા પરંતુ રોડ પણ ઉભેલો મોબાઈલ ટાવર દૂર કરવામાં  આવ્યો નથી. સાબરમતી શહેરમાં જવાહર ચોક થી ભૂત બંગલા રોડ પર રસ્તા વચ્ચે મોબાઈલ ટાવર દૂર ન કરાતા લોકોની હાલાકીનું કારણ બન્યો છે.  

App Store

સાબરમતીમાં રસ્તા વચ્ચોવચ્ચ આવેલા આ મોબાઈલ ટાવરને લીધે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો આ મામલે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે જવાહર ચોક પાસે ટીપી ખોલી નવો રોડ બનાવામાં આવ્યો છે. રોડ પર જે ટાવર આવે છે તે સેન્ટ્રલ વર્ઝ  એટલે કે ડીવાઈડરમાં આવે છે. ટાવર પાસે મોટું વૃક્ષ છે જેના કારણે રોડ અનઈવન બન્યો છે. ઝાડ દૂર કરવા માટે રોડ પ્રોજેક્ટ દ્વારા ગાર્ડન વિભાગમાં મંજૂરી માગી છે. મંજૂરી મળ્યા બાદ રોડ પર આવેલા ટાવર ડિવાઈડર અંદર આવી જશે. ઝાડના લીધે હાલ રોડ અનઇવન લાગી રહ્યો છે.