Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold Silver price today: Gold has become cheaper, silver prices have increased, know today's current prices in big cities

Gold Silver price today: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં ભડકો, જાણો મોટા શહેરોમાં આજના હાજર ભાવ

Timeછેલ્લું અપડેટ : 12 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Gold Silver price today: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં ભડકો, જાણો મોટા શહેરોમાં આજના હાજર ભાવ
સોર્સ : GSTV

Gold Silver price today: દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે અને લગ્નસરા શરૂ થઈ ચુકી છે ત્યારે સોનાના ભવામાં ઘટાડો આવ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો બોલાયો છે. જેથી આજે બુધવારે વાયદા બજારમાં સોનાની કિંમતમાં નરમાઈ જોવા મળી. જ્યારે ચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. 12 નવેમ્બરે સવારે 11 વાગ્યે 25 મિનિટે મલ્ટિ કોમોડિટી એક્સચેંજ એટલે કે, એમસીએકસ પર કરાર ડિલીવરી વાળા સોનાનો ભાવ ગત સત્રની સરખામણીએ 0.06 ટકા તૂટીને 1,23,844 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. આ રીતે ચાંદીના ભાવ ગત સત્રની સરખામણીએ 0.44 ટકા ઉછાળાની સાથે 1,55,364 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતો.

App Store

મેટ્રો શહેરોમાં હાજર સોનાનો ભાવ
મળતી માહિતી મુજબ, દિલ્હીમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 12,566, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,520 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,428 છે.

મુંબઈમાં, બુધવારે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 12,551, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,505 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,413 હતો.

કોલકાતામાં, આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 12,551, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,505 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,413 છે.

ચેન્નાઈમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 12,656, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,600 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,665 છે.

બેંગ્લોરમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 12,551, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,505 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,413 છે.

ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ
મળતી માહિતી અનુસાર, ગ્લોબલ માર્કેટમાં સોનાની કિંમત બુધવારે 4,100 ડોલર પ્રતિ ઔંસની નજીક આવી ગઈ, જ્યારે આ 2 સપ્તાહ માટે હાઈએસ્ટ સ્તરની આસપાસ રહી. કારણ કે, રોકાણકારોએ અમેરિકી સરકારના શટડાઉનના અંતની સાથે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની વધતી આશા પર વિચાર કરવો પડ્યો. મળતી માહિતી પ્રમાણે ખાનગી આંકડાથી જાણવા મળ્યા પ્રમાણે 25 ઑક્ટોબરના સમાપ્ત 4 અઠવાડિયામાં અમેરિકી કંપનીઓએ સરેરાશ દર અઠવાડિયાએ 11,250 નોકરીઓ ઘટાડી, જે શ્રમ બજારમાં જાહેર નબળાઈને દર્શાવે છે અને આગળ પર વ્યાજ દરમાં કાપની આશાને વધારો આપે છે.