Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: A spate of diarrhea and vomiting cases erupts in Dhoraji, causing chaos in the system

VIDEO: ધોરાજીમાં ઝાડા-ઊલ્ટીના કેસોનો રાફડો ફાટયો, તંત્રમાં દોડધામ

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ઝાડા-ઊલ્ટીના કેસો એકાએક વધી જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલા પાંચપીર વાડી વિસ્તારમાં ઝાડા- ઊલ્ટીના કેસો વધુ નોંધાયા છે. પાંચપીર વાડી વિસ્તારમાં અંદાજિત 20 જેટલા મહિલા પુરુષોને ઝાડા તેમજ ઊલ્ટી થતા તેઓને તાબડતોબ સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અહીં આ લોકોની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. 

App Store

ધોરાજી શહેરમાં ઝાડા-ઊલ્ટીના પાણીજન્ય કેસોનો વધારો થતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાંથી પાણીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ઝાડા-ઊલ્ટી બાબતે ધોરાજીના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ધોરાજીની નગર પાલિકાની પીવાના પાણીની પાઈપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફેલાયો છે. જેથી નગર પાલિકાની ટીમ દ્વારા પણ પીવાના પાણીની પાઈપ લાઇનમાં ભળતાં ગટરનું પાણીનું ફોલ્ટ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધોરાજી આરોગ્ય વિભાગની ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારીએ સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ લોકોને પાણી ઉકાળીને વપરાશમાં લેવાની વિવિધ સૂચનો કર્યા હતા.