Video: દિયા તળે અંધારું': AMC દાણાપીઠ કચેરી બહાર જ ગેરકાયદે પાર્કિંગ,

સોર્સ: gstv

અમદાવાદ શહેરમાં રસ્તા પર ગેરકાયદે પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ કડક કાર્યવાહીના દાવા કરે છે. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની પોતાની જ મુખ્ય કચેરી બહાર 'દિયા તળે અંધારું' જેવી સ્થિતિ સર્જાઈ છે. દાણાપીઠ સ્થિત AMCની મુખ્ય કચેરી બહાર જ મુખ્ય રોડ પર જ વાહનોનું બેફામ પાર્કિંગ જોવા મળી રહ્યું છે.

​પાર્કિંગની જગ્યાના અભાવે મુલાકાતીઓ અને કર્મચારીઓ મજબૂર

જાહેરાત

​કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે પ્રતિદિન મોટી સંખ્યામાં અરજદારો અને મુલાકાતીઓ પોતાની કામગીરી અર્થે આવતા હોય છે. આ ઉપરાંત, અધિકારીઓ અને કર્મચારીઓના વાહનોની સંખ્યા પણ ખૂબ મોટી છે. કચેરીના પરિસરમાં પૂરતી પાર્કિંગ સુવિધા ન હોવાના કારણે લોકોને પોતાના વાહનો નાછૂટકે બહાર મુખ્ય રોડ પર જ પાર્ક કરવાની નોબત આવે છે, જેના કારણે માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાય છે.

​પાર્કિંગ પ્લાઝા તૈયાર, છતાં લોકાર્પણનું મુહૂર્ત મળતું નથી

​સ્થાનિક પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નજીકમાં જ આવેલા ફાયર સ્ટેશન પાસે એક નવું પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ પાર્કિંગનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.

​સામાન્ય નાગરિકો જો રોડ પર વાહન પાર્ક કરે તો એસ્ટેટ વિભાગ અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક ટોઇંગ કે દંડની કાર્યવાહી કરે છે. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે પોતાની જ કચેરી બહાર થતા નિયમભંગ સામે તંત્ર કોની સામે અને ક્યારે પગલાં ભરશે?

આ સમાચાર શેર કરો

જાહેરાત